Sunday 20 August 2017

mutak

Muktak

શું  વાત કરું નસીબની
કોઈકની હાથોની રેખામાં સંતાયેલી છે
તો ક્યાંક ઈશ્વરે કપાળમાં દોરી રાખી છે
ધ્યાન રાખજો તમે સંતાકૂકડી ના રમી લેતા
- શિવાંગી

Sunday 13 August 2017

ક્યારેક સુદામા બની હું આવું
કયારેક કાના બની તું મને સાંભળે
જયારે ખાલી હૃદય તને ધરું
લાગણીથી મન તું મારુ ભરે
તું આવી અને પ્રેમ લૂંટાવે
ત્યારે હું શબ્દોની માળા પોરવું
ઢીલ હોય તારી અવાજમાં અને સાદ મને સંભળાય
આવી જ  હતી દામા-કૃષ્ણની મિત્રતા
જેને અનુભવું છું આપણી મિત્રતામાં

Tuesday 20 June 2017

Word-of-Mouth Marketing works_it really works
But process is slow_like turtles
It took complete 1 year to make WOM sucessful to make my name as a pro. content writer and social media strategist.
I let clients to approach me based on WOM.
But reccomendation is The Key. I sow my best of my self for them, they pour water of reccomendations  and at last I cultivated more experiences and knowledge.

Thursday 20 April 2017

written this on the basis of  rose between book

ચોપડી વચ્ચે પડેલુ ગુલાબ
સલોની પળનીં યાદ અપાવે છે.

એ તો સુકાઇ ગયુ પણ
યાદથી પડેલા લીસોટા રહી ગયા.

સુવાસ તો ગુલાબનીં જતી રહી
રહી ગયુ તો બસ વીખરેલી વાત.

સમેટવા ચાલી એ મુર્જાયેલી પાંદડી
હાથમાં ના આવી એ યાદ અને હર વાત.

હવાનું ઝોખુ આવી ઉડાડી ગયી પાંદડી
આવી પાછી હું વિચારોથીં બહાર.
ગુલાબ રાખી ચોપડીમાં ચાલી હું મારગ પર

- Shivangi Bhateliya

Sunday 12 March 2017

લોકો ધુળેટીના રંગમાં રંગાય છે
હું મારા રંગમાં રંગીન છુ.
- શિવાંગી